ગુજરાતની નદીઓ અને બંધો | Gujarat Ni Nadio Ane Bandh

ગુજરાતની નદીઓ અને બંધો PDF Free Download, Gujarat Ni Nadio Ane Bandh PDF Free Download, Gujarat Ni Nadio Map PDF, ગુજરાતની નદીઓ વિશે માહિતી PDF.

ગુજરાતની નદીઓ અને બંધો PDF

જો તમે ગુજરાત ની નદીઓ પીડીએફ શોધી રહ્યા છો, તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો. અમે ગુજરાત ની નદીઓ (ગુજરાતની નદીઓ) માટે લિંક્સ/પીડીએફ પ્રદાન કરીએ છીએ. મફતમાં ડાઉનલોડ કરો આ પીડીએફ વિદ્યાર્થીઓને Gpsc, gsssb, gpssb તલાટી, બિન સચિવાલય, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, યુપીએસસી, એસએસસી, બેંક પરીક્ષાઓ અને અન્ય ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદ કરશે.

આ વિભાગમાં ગુજરાતની નદીઓની ચર્ચા કરવામાં આવી છે. આ વિભાગમાં તાલગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ વિશેની માહિતી છે. ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. ગુજરાતની નદી પ્રણાલીને ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે.

ગુજરાત જળ સંસાધનોમાં વિપુલ પ્રમાણમાં છે. આ કારણે અહીં સૌથી વધુ ફળદ્રુપ મેદાનો મળી શકે છે. કારણ કે આ પ્રદેશની મોટાભાગની નદીઓ ગુજરાતની બહાર નીકળે છે, નદીઓની વિપુલતાને કારણે આ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ ઉત્તમ છે.

તળ ગુજરાતની નદીઓમાં ત્રણ ભાગ પડે છે.

1). ઉત્તર ગુજરાતની નદીઓ

2). મધ્ય ગુજરાતની નદીઓ

3). દક્ષિણ ગુજરાતની નદીઓ

બનાસ નદી

ઉદગમસ્થાન : રાજસ્થાનના શિહોરી જિલ્લાના ઉદેપુરની ટેકરીમાંના સીરવાણના ડુંગરમાંથી 

અંત : કચ્છનું નાનું રણ

જિલ્લા : બનાસકાંઠા, પાટણ, કચ્છ

ડેમ : દાંતીવાડા(બનાસકાંઠા)  

વિશેષતા : 

> ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી

> ગુજરાતની સૌથી મોટી કુંવારીકા નદી 

સરસ્વતી નદી

ઉદગમસ્થાન : બનાસકાંઠાના દાંતાના ચોરીના ડુંગરમાંથી

અંત : કચ્છનું નાનું રણ

જિલ્લા : બનાસકાંઠા, પાટણ, કચ્છ

ડેમ : મુક્તેશ્વર (બનાસકાંઠા)

વિશેષતા : 

> સૌથી પ્રાચીન અને કુંવારીકા નદી.

> તેના કિનારે સિધ્ધપુર આવેલું છે, જેનું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે.

રૂપેણ નદી

ઉદગમસ્થાન : મહેસાણાના ટૂંગા પર્વતમાંથી 

અંત : કચ્છનું નાનું રણ

જિલ્લા : સાબરકાંઠા, મહેસાણા, પાટણ

વિશેષતા :  કુંવારીકા નદી

સાબરમતી નદી  

ઉદગમસ્થાન : રાજસ્થાનના ઉદેપુરના ઢેબર સરોવરમાંથી

અંત : કોપાલાની ખડી, ખંભાતનો અખાત

જિલ્લા : સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આણંદ

ડેમ : ધરોઇ બંધ (ખેરાલુ, મહેસાણા)

વિશેષતા : 

ગુજરાતની સૌથી લાંબી નદી(321 કિમી)

મહી નદી

ઉદગમસ્થાન : મધ્યપ્રદેશના મળવાના ઉચ્ચ પ્રદેશના મેહદ સરોવરમાંથી

અંત : વ્હોરાની ખાડી ખંભાતનો અખાત, આણંદ

જિલ્લા : મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ

ડેમ : વણાકબોરી, કડાણા (મહીસાગર) 

વિશેષતા : 

> મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે.

> ગુજરાતની ત્રીજા નંબરની મહત્વની નદી

> કર્કવૃત બે વાર ઓળંગે છે.

વિશ્વામિત્રી નદી  

ઉદગમસ્થાન : પાવાગઢના ડુંગરમાંથી

અંત : ઢાઢર નદીમાં (કરજણ પિંગલવાડામાં)

જિલ્લા : વડોદરા પંચમહાલ

ડેમ : આજવા (પંચમહાલ)

વિશેષતા : મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે.

નર્મદા નદી  

ઉદગમસ્થાન : મધ્યપ્રદેશના સાતપુડાની ટેકરીના મૈકલ પર્વતમાંથી  

અંત : અલિયાબેટ નજીક ખંભાતના અખાતમાં

જિલ્લા : નર્મદા, વડોદરા, ભરુચ

ડેમ : સરદાર સરોવર

વિશેષતા : 

> ગુજરાતની જળ જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી છે.

> સર્પાકારમાં વહે છે તેથી અલિયાબેટ અને કબીર વડ જેવા ટાપુઓ અહીં રચાયા છે.

> દક્ષિણનું કાશી અને પિતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત ચાંદોદ નર્મદા નદીના કિનારે આવેલું છે.

કીમ નદી

ઉદગમસ્થાન : રાજપીપળાની ટેકરીમાંથી  

અંત : ખંભાતનો અખાત

જિલ્લા : કીમ, ઓલપાડ

વિશેષતા : ગુજરાતની સૌથી મોટી બે નદી નર્મદા અને તાપી નદીની વચ્ચે આવેલ

તાપી નદી

ઉદગમસ્થાન : મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીના બેતુલ સરોવરમાંથી  

અંત : અરબસાગરમાં

જિલ્લા : તાપી, સુરત

ડેમ : ઉકાઈ (તાપી). કાકરાપાર (સુરત)

વિશેષતા : 

> સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે.

> એકમાત્ર નદી જેનો જન્મદિન મનાવાય છે. (11 જુલાઇ)

> ગુજરાતમાં હરણફાળ માંથી પ્રવેશે છે. (નીઝર)

પુર્ણા નદી

ઉદગમસ્થાન : પિંપળનેરના ડુંગરમાંથી  

અંત : આરબસાગરમાં

જિલ્લા : ડાંગ, નવસારી

ડેમ :  પુર્ણા ડેમ (નવસારી)

વિશેષતા : બીજું નામ પયોંશિણી છે.

અંબિકા નદી  

ઉદગમસ્થાન : સહ્યાદ્રીની ટેકરી માંથી (નાસિક)  

અંત : અરબસાગરમાં 

જિલ્લા : ડાંગ, નવસારી, વલસાડ

ઔરંગા નદી  

ઉદગમસ્થાન : ધરમપુરના ડુંગરમાંથી

અંત : આરબસાગરમાં

જિલ્લા : વલસાડ

કોલક નદી  

ઉદગમસ્થાન : સાપુતારાની ટેકરીમાંથી 

અંત : આરબસાગરમાં

જિલ્લા : ડાંગ, નવસારી

વિશેષતા : 

> આ નદીમાં મોતી આપતી કાલૂ માછલી મળે છે.

> પરાસીઓનું કાશી તરીકે ઓળખાતું ઉદવાડા આ નદીના કિનારે આવેલું છે.

> આ નદી દર  વર્ષે રેતીના ઢબમાં ફેરવાઇ જાય છે.

દમણગંગા નદી

ઉદગમસ્થાન : સહ્યાદ્રીની ટેકરી (મહારાષ્ટ્ર) 

અંત : અરબસાગરમાં

જિલ્લા : વલસાડ

ડેમ : મધુવન પરિયોજના

વિશેષતા :   

> દક્ષિણની છેલ્લી નદી

> ઘોડાપૂર આવે છે.

> સખત પ્રદૂષણના કારણે તેને ‘પિંકીશરેડ’ કહેવાય છે.

સૌરાષ્ટ્રની નદીઓ

  • સૌરાષ્ટ્રમાં કુલ 71 નદીઓ વહે છે.  
  • સૌરાષ્ટ્રની સૌથી મહત્વની નદી ભાદર નદી છે.

ભાદર નદી

ઉદગમસ્થાન : રાજકોટના જસદણ તાલુકાની પૂર્વમાં આણંદપુરના ઉચ્ચ પ્રદેશમાં આવેલા મદાવા ડુંગરમાંથી  

અંત : નવી બંદર પાસે અરબ સાગરમાં

જિલ્લા : રાજકોટ, પોરબંદર, જુનાગઢ

ડેમ : ભાદર ડેમ, નીલાખા ડેમ, શ્રીનાથગઢ ડેમ

વિશેષતા : 

> ગુજરાતની ગુજરાતમાંથી ઉદભવતિ સૌથી લાંબી નદી (260 કિમી આશરે)

> સૌરાષ્ટ્રની ગંગા

> સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી

શેત્રુંજી નદી  

ઉદગમસ્થાન : દક્ષિણ ગીરની ટેકરીઓના ઢૂંઢીના ડુંગરમાંથી  

અંત : સુલતાનપૂર પાસે ખંભાતના અખાતમાં

જિલ્લા : ભાવનગર, અમરેલી

ડેમ : રાજસ્થળી (ભાવનગર), ખોડિયાર (અમરેલી)

વિશેષતા : 

> સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મહત્વની નદી  

> ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી

ઘેલો નદી  

ઉદગમસ્થાન : ફૂલઝર નજીકના ડુંગરમાંથી   

અંત : ખંભાતના અખાતમાં

જિલ્લા : બોટાદ, ભાવનગર

વિશેષતા : વલ્લભીપૂર ઘેલો નદીના કિનારે આવેલું છે,

સૂક ભાદર નદી  

ઉદગમસ્થાન : મદાવા ડુંગરમાંથી

અંત : ખંભાતના અખાતમાં

જિલ્લા : અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ

વઢવાણ ભોગાવો  

ઉદગમસ્થાન : સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી

અંત : નળ સરોવરમાં

જિલ્લા : સુરેન્દ્રનગર

ડેમ : નાયકા, ધોળીધજા

લીંબડી ભોગાવો  

ઉદગમસ્થાન : સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામના ડુંગરમાંથી

અંત : સાબરમતી નદીને મળે છે.

જિલ્લા : સુરેન્દ્રનગર

ડેમ : થોરીયાળ

વિશેષતા : સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે.

મચ્છુ નદી

ઉદગમસ્થાન : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનાં આનંદપુરના ઉચ્ચપ્રદેશના ભડલાના ડુંગરમાંથી  

અંત : કચ્છનું નાનું રણ

જિલ્લા : રાજકોટ, મોરબી

ડેમ : મચ્છુ -1 અને મચ્છુ -2

વિશેષતા :  કચ્છના નાના રણમાં મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને કુંવારીકા નદી

આજી નદી  

ઉદગમસ્થાન : સરધાર નજીક ડુંગરમાંથી  

અંત : કચ્છના અખાતમાં

જિલ્લા : રાજકોટ

ડેમ : આજી ડેમ (રાજકોટ)

વિશેષતા :  કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી

ઉંડ નદી  

ઉદગમસ્થાન : લોદીકાના ડુંગરમાંથી  

જિલ્લા : જામનગર

ડેમ : ઉંડ ડેમ

વિશેષતા :  તેના કિનારે ધ્રોળ વસેલું છે.

કચ્છની નદીઓ

  • કચ્છમાં કુલ 97 નદીઓ વહે છે.
  • કચ્છનીનદીઓ ડુંકી અને એકબીજાને સંમાતર વહે છે. કચ્છની મોટાભાગની નદીઓ કચ્છના મોટા રણમાં સમાય છે.
  • કચ્છની નદીઓમાં ચોમાસા દરમ્યાન જ પાણી જોવા મળે છે,

કચ્છની નદીઓને બે ભાગમાં વહેચવામાં આવે છે.

1). જે નદી ઉત્તર તરફ કચ્છના મોટા રણમાં સમાય તેને ઉત્તરવાહિની નદી કહેવાય છે.

2). જે નદી દક્ષિણમાં કચ્છના નાના રણમાં, કચ્છના અખાત અથવા અરબ સાગરમાં સમાતી હોય તેને દક્ષિણવાહીની નદી કહેવાય છે.

ખારી નદી

ઉદગમસ્થાન : મધ્યધારના ચાડવા ડુંગરમાંથી  

અંત : કચ્છનું મોટું રણ

જિલ્લા : કચ્છ  

ડેમ : રુદ્રમાતા

વિશેષતા :  તે ઉત્તરવાહીની નદી છે.

ઋકમાવતી નદી

ઉદગમસ્થાન : રામપરા નજીકનાં ડુંગરમાંથી

અંત : કચ્છના અખાતમાં

જિલ્લા : કચ્છ

ડેમ : વિજય સાગર

વિશેષતા : 

> આ નદીના કિનારે કારતક સુદ પુનમનાં દિવસે ગંગાજીનો મેળો ભરાય છે.

> કચ્છનું માંડવી શહેર ઋકમાવતી નદીના કિનારે વસેલું છે.

કંકાવતી નદી  

ઉદગમસ્થાન : ભીલપુર નજીકના ડુંગરમાંથી

અંત : અરબસાગરમાં

જિલ્લા : કચ્છ

PDF Information :



  • PDF Name:   ગુજરાતની-નદીઓ-અને-બંધો-Gujarat-Ni-Nadio-Ane-Bandh
    File Size :   ERROR
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download ગુજરાતની-નદીઓ-અને-બંધો-Gujarat-Ni-Nadio-Ane-Bandh to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 
Love0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *