Gujarati Lagna Geet Lyrics PDF Free Download, ગુજરાતી લગના ગીત PDF Free Download, લગ્ન ગીત જુના, લગ્ન ગીત વિદાય, Gujarati લગ્ન ગીત, પ્રથમ શ્રી ગણેશ બેસાડો લગ્ન ગીત Lyrics, Lagan Geet Pdf, મામેરા ના લગ્ન ગીત, ગુજરાતી ગીત Pdf, દેશી લગ્ન ગીત.
Gujarati Lagna Geet Lyrics PDF Free Download
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે
દાતણ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે
નાવણ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે
ભોજન કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે
મુખવાસ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે
પોઢણ કરશે બાળાવરની જાન રે
દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે
ઉતારા કરશે બાળાવરની જાન રે
બાગમાં છંટાવો કાજુ કેવડો
બાગમાં છંટાવો કાજુ કેવડો
વાડીમાં રોપાવો નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
છગનભાઈનો કુંવર કાજુ કેવડો
મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં
ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે
છંટાવો કાજુ કેવડો
કેવડિયે તે આવ્યાં નવલાં પાંદડાં
પાન એટલાં વહુરાણીનાં માન રે
છંટાવો કાજુ કેવડો
સવિતાબેનનો જન્મેલ કાજુ કેવડો
કવિતાબેન વેવાણની નમણી નાગરવેલ રે
છંટાવો કાજુ કેવડો
ગામને ગોંદરે બે નાળિયેરી
માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી
ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી
શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી
ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી
ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી
મારા મગનભાઈ સાડી સાટવે બે નાળિયેરી
ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી
ઓઢો કવિતાભાભી પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે,
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
મણિયારાને હાટે વીરો ચૂડલો મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
સોનીડાને હાટે વીરો હારલા મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
કડી કેસરનો વીરો કડલો તે મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે
સવિતાબેન તમે વેગે વેલા આવો રે
નાના મોટાને સાથે તેડી લાવો રે
સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે
મોહન જમાઈને પાડાની અસવારી રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે
આનંદીકાકી તમે વેગે વેલા આવો રે
નાના મોટા સૌને સાથે તેડી લાવો રે
આનંદીકાકીને રેલગાડીની સવારી રે
કાકા સાઈકલ પેડલ મારતા આવે રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
ત્રીજી કંકોતરી મુંબઈ શે’ર મોકલાવો રે
મીઠીમાસી તમે વેગે વેલા આવો રે
નાના મોટા સંધાયને તેડી લાવો રે
મીઠીમાસીને વિમાનની સવારી રે
માસા કરે ઊંટીયાની અસવારી રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
ચોથી કંકોતરી સોનગઢ ગામ મોકલાવો રે
વેવાઈ-વેલા સૌ તમે વેગે વેલા આવો રે
કટમ્બ કબીલાને હારે તેડી લાવો રે
બાઈયું બેઠી ગાડે મલપતી આવે રે
મૂછાળા સૌ પાછળ દોડતા આવે રે
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે
ભાદર ગાજે છે – ફટાણુ
આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે
એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે
નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે
તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને
એને નાકે ઓલી નથડી પહેરાવો પછી મનુને રમવા મેલોને
એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે પછી મનુને રમવા મેલોને
એને તગતગતું કાપડું ચડાવો રે પછી મનુને રમવા મેલોને
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને